Homeएग्रीकल्चरફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત PM કિસાન પોર્ટલમાં ખેડૂતોના 88 ટકા રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ...

ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત PM કિસાન પોર્ટલમાં ખેડૂતોના 88 ટકા રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ : મંત્રી જીતુ વાઘાણી

ફાર્મર રજિસ્ટ્રેશન અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન પોર્ટલની માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના ડિજિટલ એગ્રી સ્ટેક પ્રોજેક્ટ હેઠળ ફાર્મર રજિસ્ટ્રેશન પ્રોગ્રામ અંતર્ગત પી.એમ.કિસાનમાં 88 ટકા ખેડૂતોના KYC અને જમીનોના લેન્ડ રેકોર્ડ્સ તેમજ રજિસ્ટ્રેશનની કામગીરી રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ફાર્મર રજીસ્ટ્રેશન અંતર્ગત પી.એમ.કિસાન પોર્ટલમાં ખેડૂતોના રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરીને ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે.

કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ રૂપિયા 206 કરોડની ગ્રાન્ટ ગુજરાતને મળી

વધુમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ 59 લાખ લાભાર્થીઓએ ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી છે. જેના પરિણામે ભારત સરકાર દ્વારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ હેઠળ રૂપિયા 206 કરોડનું સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકેની નાણાકીય ગ્રાન્ટ રાજ્ય સરકારને પ્રાપ્ત થઈ છે.

દેશભરના ખેડૂતો આ યોજનાનો લે છે લાભ

ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના 8 કરોડ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. દર ચાર મહિને ખેડૂતોને 2000-2000ના હપ્તામાં આ પૈસાની ચુકવણી કરવામાં આવે છે, જેથી ખેડૂત ખેતી કામ માટે આ પૈસાનો ઉપયોગ કરી શકે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને 21 હપ્તા આ યોજના હેઠળ ચુકવી દેવામાં આવ્યા છે અને આર્થિક રીતે મદદ કરવામાં આવી છે.  
આ પણ વાંચો : Banaskantha News: બંધારણના ઉલ્લંઘન મુદ્દે ઠાકોર સમાજમાં બે ભાગ,જાબડીયાના લોકોનું ગબ્બર અને અર્જુન ઠાકોરને સમર્થન

Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments