Homeएग्रीकल्चरAgriculture News : સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શકયતા, કાપણી કરેલ પાકને...

Agriculture News : સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શકયતા, કાપણી કરેલ પાકને તાત્કાલિક સલામત સ્થળે અથવા તાડપત્રી નીચે ખસેડવા ખેડૂતોને સૂચના

આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓ સહિત કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. આ સંભવિત કુદરતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ માટે અગમચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

કમોસમી વરસાદને કારણે ઉભા પાક અને લણણી કરેલા પાકને નુકસાન થવાની ભીતિ રહેલી છે

આથી, જે ખેડૂતોએ પાકની કાપણી કરી લીધી હોય અને પાક ખેતરમાં ખુલ્લો પડ્યો હોય, તેમણે ત્વરિત ધોરણે પોતાના ખેત ઉત્પાદિત પાકને સલામત સ્થળે ખસેડવો જોઈએ. જો પાક ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો અને વરસાદનું પાણી પાકના ઢગલા નીચે ન જાય તે માટે તેની ફરતે માટીનો પાળો બનાવવો અત્યંત આવશ્યક છે. વધુમાં, વાદળછાયા અને વરસાદી વાતાવરણ દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

વરસાદી આગાહીના દિવસો દરમિયાન વેચાણ અર્થે એ.પી.એમ.સી.માં પેદાશો લાવવાનું ટાળવું

ખેતીની પેદાશો ઉપરાંત, ખેડૂતોએ વાવેતર માટે રાખેલા બિયારણ અને ખાતરનો જથ્થો પણ પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે. એ.પી.એમ.સી. ખાતે માલ લઈને આવતા ખેડૂતો અને વેપારીઓને પણ આગોતરી સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે. ખેતપેદાશોને બજાર સમિતિના શેડ નીચે રાખવી અથવા તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત કરવી. શક્ય હોય તો, આ વરસાદી આગાહીના દિવસો દરમિયાન વેચાણ અર્થે એ.પી.એમ.સી.માં પેદાશો લાવવાનું ટાળવું જોઈએ.

ખેડૂતોએ આ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું

ખેતીવાડી વિભાગની અખબારી યાદી અનુસાર, ‘અગમચેતી એ જ સલામતી’ છે, તેથી ખેડૂતોએ આ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું. આ બાબતે વધુ વિગતવાર માહિતી કે માર્ગદર્શનની જરૂર હોય તો ખેડૂતોએ પોતપોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો. આ ઉપરાંત, કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૮૦-૧૫૫૧ પર પણ સંપર્ક કરી શકાશે.

આ પણ વાંચો : Republic Day 2026 : “સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ”ના કેન્દ્રવર્તી વિષયને અનુલક્ષીને નવી દિલ્હીના કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે આકર્ષક

Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments