HomeBusinessAgriculture News: 24 હજારથી વધુ ખેડૂતો સાથે પાટણમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ...

Agriculture News: 24 હજારથી વધુ ખેડૂતો સાથે પાટણમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો

રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ચલાવવામાં આવેલા પ્રાકૃતિક કૃષિના મહાઅભિયાન અંતર્ગત પાટણ જિલ્લો નોંધપાત્ર પ્રગતિ નોંધાવી રહ્યો છે. જેના પરિણામે પાટણ જિલ્લો ટકાઉ અને પર્યાવરણમૈત્રી ખેતી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ ઉદાહરણ બની રહ્યો છે. હાલમાં પાટણ જિલ્લામાં ૨૪,૨૬૦ ખેડૂતો દ્વારા અંદાજે ૨૮,૮૧૪ એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતીના પ્રસાર અને પ્રદર્શન માટે જિલ્લામાં કુલ ૨૧૮ મોડલ ફાર્મ કાર્યરત છે, જ્યારે ખેડૂતોને માર્ગદર્શન, તાલીમ અને જરૂરી સામગ્રી ઉપલબ્ધ થાય તે માટે ૨૧ બાયો રિસોર્સ સેન્ટર (BRC) કાર્યરત છે.

ખેડૂતોને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવે છે

જિલ્લામાં પ્રાકૃતિક ખેતી હેઠળ મુખ્યત્વે દિવેલા, કપાસ, અડદ, મગ, ગવાર, ચણા, ઘઉં, રાઈ, જીરું, ઘાસચારો તેમજ બાગાયતી અને મસાલા પાકોનું વાવેતર કરવામાં આવે છે, જે ખેડૂતોને સારી આવક આપતા પાકો તરીકે ઉભરી રહ્યા છે.ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ વધે તે માટે ક્લસ્ટર આધારિત તાલીમ અને અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમો દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, દેશી ગાયના ઉપયોગ, જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃત જેવી પદ્ધતિઓ અંગે ખેડૂતોને પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવે છે. પરિણામે વધુને વધુ ખેડૂતો આ પર્યાવરણમૈત્રી ખેતી પદ્ધતિ અપનાવવા પ્રેરિત થઈ રહ્યા છે.

ખેતી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન

જે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.પ્રાકૃતિક રીતે ઉત્પાદિત કૃષિ પેદાશોને બજારમાં યોગ્ય સ્થાન મળે તે માટે પણ જિલ્લા સ્તરે પ્રયાસો કરવામાં આવ્યા છે. દર ગુરુવારે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેથી ખેડૂતો પોતાની પેદાશો સીધા ગ્રાહકો સુધી પહોંચાડી શકે. ઉપરાંત ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO) મારફતે માર્કેટિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જે ખેડૂતોને વધુ સારા ભાવ મેળવવામાં મદદરૂપ બની રહી છે. આ તમામ પ્રયાસોના પરિણામે પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની નવી પદ્ધતિ નથી રહી, પરંતુ તે ખેડૂતોની આવક વધારતી, જમીનની ઉપજ ક્ષમતા જાળવતી અને પર્યાવરણનું સંરક્ષણ કરતી ટકાઉ વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની રહી છે.

આ પણ વાંચોઃ Agriculture News : ઉનાળુ કઠોળ જેવા કે મગ, ચોળી, ગુવારના પાકમાં સંકલિત રોગ-જીવાત નિયંત્રણ માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર

Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments