Homeएग्रीकल्चरAgriculture Budget 2026: ટેકનોલોજી અને ક્લાયમેટ ફ્રેન્ડલી ખેતી પર ભાર, શું ખેડૂતોની...

Agriculture Budget 2026: ટેકનોલોજી અને ક્લાયમેટ ફ્રેન્ડલી ખેતી પર ભાર, શું ખેડૂતોની આવક બમણી થશે?

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ દેશના કૃષિ ક્ષેત્રને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. નિષ્ણાતોનું માનવું છે કે, હવે સમય આવી ગયો છે કે સરકાર વાર્ષિક યોજનાઓથી આગળ વધીને ખેતીમાં ‘લોન્ગ ટર્મ સ્ટ્રક્ચરલ’ એટલે કે લાંબા ગાળાના માળખાગત સુધારા પર ધ્યાન આપે.

ઉત્પાદકતા વધારવા ટેકનોલોજીનો સહારો

કૃષિ ઉદ્યોગના દિગ્ગજોનું કહેવું છે કે, સેક્ટરની સંપૂર્ણ ક્ષમતાને અનલોક કરવા માટે આ બજેટમાં ટેકનોલોજી, ક્લાયમેટ રેઝિલિઅન્સ (હવામાન પરિવર્તન સામે રક્ષણ), ક્રેડિટ ફ્લો અને મજબૂત સપ્લાય ચેઈનને પ્રાથમિકતા આપવી જરૂરી છે. ભારતની જીડીપીમાં કૃષિનો હિસ્સો અંદાજે 18 ટકા છે અને 45 ટકાથી વધુ વસ્તી આ ક્ષેત્રમાં રોજગારી મેળવે છે, તેમ છતાં ઓછી ઉત્પાદકતા અને પાણીના બિનકાર્યક્ષમ ઉપયોગ જેવી સમસ્યાઓ હજુ પણ યથાવત છે.

સબસિડી મોડલમાં ફેરફારની માગ

એક્સપર્ટ્સના મતે, ઇનપુટ સબસિડી (ખાતર, બિયારણ વગેરે) ને ફરીથી ડિઝાઇન કરવાની જરૂર છે. સબસિડી માત્ર વપરાશ વધારવા માટે નહીં, પરંતુ ખેતીની કાર્યક્ષમતા વધારવા માટે આપવી જોઈએ.

  • પરફોર્મન્સ બેઝ્ડ સપોર્ટ: જમીનનું સ્વાસ્થ્ય સુધારનારા અને સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરનારા ખેડૂતોને પ્રોત્સાહન મળવું જોઈએ.
  • ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT): ખેતીના સાધનો અને મશીનરી માટેની સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં જમા થવી જોઈએ અને તે માત્ર BIS-પ્રમાણિત સાધનો પર જ મળવી જોઈએ.

ક્લાયમેટ રેઝિલિઅન્સ પર ભાર

હવામાનમાં આવતા ઝડપી બદલાવને કારણે ખેતીને જે નુકસાન થાય છે, તેની સામે લડવા માટે આ બજેટમાં વિશેષ પેકેજની અપેક્ષા છે. જો સરકાર સપ્લાય ચેઈન અને માળખાગત સુધારા પર ધ્યાન આપશે, તો જ ખેડૂતોની આવક સ્થિર અને ટકાઉ બની શકશે.

આ પણ વાંચો – Union Budget 2026 : નિર્મલા સીતારમણ જઈ રહ્યા છે ઇતિહાસ રચવા ,આ વસ્તુઓ સસ્તી થશે

Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments