HomeBusinessAgriculture News : પાંચ ચોપડી પાસ ‘મિરેકલ બોય’ દિપક પટેલે પશુપાલકોની આવક...

Agriculture News : પાંચ ચોપડી પાસ ‘મિરેકલ બોય’ દિપક પટેલે પશુપાલકોની આવક જબરદસ્ત વધારી દીધી !

સુરત જિલ્લાનાં વહેવલ ગામનાં દિપક પટેલ પશુઓમાં કુત્રિમ બિજદાનનું કાર્ય કરે છે. કુત્રિમ બિજદાન ક્ષેત્રે 80 ટકાનાં (કન્શેપપ્શન રેટ) સફળતાનાં દરને કારણે સમગ્ર દેશમાં ડેરી ઉદ્યોગ તેમને ‘મિરેકલ બોય’ તરીકે ઓળખે છે.

ગુજરાત ડેરી ઉદ્યોગ ક્ષેત્રે નવા આયામો સર કરી કરી રહ્યું છે

દેશમાં એક શંકર ગાય (ક્રોસ બ્રિડ) સરેરાશ પ્રતિ દિવસ 7.4 લિટર દૂધ આપે છે. ગુજરાતમાં એક શંકર ગાય સરેરાશ પ્રતિ દિવસ 8.05 લિટર દૂધ આપે છે પણ સુરત જિલ્લાનાં મહુવા તાલુકામાં એક શંકર ગાય પ્રતિ દિવસ 11.3 લિટર દૂધ આપે છે. મહુવા તાલુકાનાં ગામડાઓમાં હજ્જારો પશુપાલકોની આવક વધી તેની પાછળ દિપક પટેલની કુશળતા અને સમર્પણ છે. સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારત ટોચ પર છે. દેશનાં વડાપ્રધાનનરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં અને ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેનાં માર્ગદર્શનમાં ગુજરાત ડેરી ઉદ્યોગ ક્ષેત્રે નવા આયામો સર કરી કરી રહ્યું છે.

ભારતનાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા લોકો તેમને ‘મિરેકલ બોય’ કહે છે

ગુજરાતના સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં વહેવલ ગામના 63 વર્ષીય દિપક પટેલની આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન (કુત્રિમ બિજદાન) ટેકનિશિયન તરીકેની અસાધારણ કુશળતાને કારણે તેઓ સમગ્ર દેશમાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે ‘મિરેકલ બોય’ તરીકે ઓળખાવા લાગ્યા છે. દક્ષિણ ગુજરાતનાં સુરત જિલ્લાનાં છેવાડાનાં ગામનાં વતની અને માત્ર પાંચ ધોરણ ભણેલા દિપક પટેલે પશુઓમાં કુત્રિમ બિજદાન થકી 80 ટકા (કન્શેપ્શન રેટ) ગર્ભાધાનનાં સફળતાનો દર હાંસલ કર્યો છે અને ભારતમાં તેઓ આ કામગિરીમાં પ્રથમ નંબરનું સ્થાન ધરાવે છે. તેમની આ વિશિષ્ટ સિદ્ધિ માટે ભારતનાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા લોકો તેમને ‘મિરેકલ બોય’ કહે છે.

પશુ સુધારણા માટે પશુપાલન વિભાગ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે

દિપક પટેલ વર્ષ-1999થી સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ ડેરી) સાથે જોડાયેલા છે અને કુત્રિમ બિજદાનની પ્રવૃતિ કરે છે. છેલ્લા બે દાયકાથી તેમણે કુત્રિમ બિજદાનમાં 80 ટકા (કન્સેપ્શન રેટ) સફળતાનો દર જાળવી રાખ્યો છે જે એક અસામાન્ય કહી શકાય તેવી સિદ્ધિ છે. સમગ્ર વિશ્વમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ભારત ટોચ પર છે. દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં અને ગુજરાતનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેનાં માર્ગદર્શનમાં ગુજરાત ડેરી ઉદ્યોગ ક્ષેત્રે નવા આયામો સર કરી કરી રહ્યું છે અને પશુ સુધારણા માટે પશુપાલન વિભાગ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

સમગ્રે દેશમાં ટોચ પર પહોંચ્યા દિપક પટેલ

નિષ્ણાતોનાં મતે, ભારતમાં સરેરાશ કુત્રિમ બિજદાનનો સફળતાનો દર 35 થી 40 ટકા જેટલો છે. જ્યારે દિપકભાઈનો સફળતાનો દર 80 ટકા જેટલો છે. કુત્રિમ બિજદાન ક્ષેત્રનો 80 ટકાનો સફળતાનો આ દર રાષ્ટ્રિય સરેરાશ કરતા બમણો છે. દિપક પટેલની આ અસાધારણ કુશળતાને કારણે સુરત જિલ્લાનાં ઘણા વિસ્તારોમાં-ખાસ કરીને મહુવા તાલુકામાં- પશુઓની પ્રજનન ક્ષમતા, દૂધ ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

અત્યાર સુંધીમાં તેમણે 80 હજારથી વધુ કુત્રિમ બિજદાનની પ્રક્રિયા કરી ચૂક્યા છે

સુમુલ ડેરીનાં વેટરનરી વિભાગનાં વડા ડો. અજીતસિંહ જાદવે જણાવ્યું કે, સુમુલ ડેરી દ્વારા તેના કાર્યક્ષેત્ર હેઠળનાં સુરત અને તાપી જિલ્લામાં દર વર્ષે અંદાજિત પાંચ લાખ કુત્રિમ બિજદાન કરવામાં આવે છે. સુમુલ ડેરીનો કુત્રિમ બિજદાનનો સફળતાનો દર 53 ટકા જેટલો છે. દિપકભાઇની વિશેષ કુશળતાને કારણે તેમનો સફળતાનો દર 80 ટકા જેટલો છે અને આ તેમની આ સફળતાનો લાભ તેમના વિસ્તારમાં (મહુવા)માં પશુપાલકોને મળે છે એટલે આ વિસ્તારમાં દૂધાળા પશુઓની સંખ્યા વધે છે અને તેમની દૂધની ઉત્પાદક્તા વધુ છે’’.

દિપક પટેલની સફળતાનું રહસ્ય

થોડા દિવસ પહેલા દિપક પટેલને એક પશુપાલકનો ફોન આવ્યો અને જાણ કરી કે, તેમની ગાયને કુત્રિમ બિજદાનની જરૂર છે. દિપક પટેલ પશુપાલકનાં ઘરેગયા. ગાયનું નિરીક્ષણ કર્યું અને પશુપાલકને સલાહ આપી કે, થોડા કલાકો રાહ જુઓ. હું સાંજે પાછો આવીશ અને પછી કુત્રિમ બિજદાન કરીશ. કેમ કે, ગાય હજુ યોગ્ય રીતે હીટમાં નથી એટલે આ સમય કુત્રિમ બિજદાન માટે યોગ્ય નથી. બિજદાન માટે સમયની આ સચોટ પરખ જ તેમની અસાધારણ સફળતાનું મુખ્ય રહસ્ય છે. સુમુલ ડેરીના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર ડો. પી.આર. પાંડેએ જણાવ્યું કે, “સુમુલ ડેરીએ દીપકભાઈની પ્રતિભાને વહેલી ઓળખી લીધી હતી. તેઓ દેશમાં સૌથી વધુ 80 ટકા સફળતા દર ધરાવતા કુત્રિમ બિજદાન કરનારા ટેકનિશિયન છે. આ એક અસાધારણ સફળતા કહેવાય અને તેમની આ કુશળતાને કારણે હજ્જારો પશુપાલકોની આવક વધી છે અને પશુસુધારણાનું કામ ઝડપી બન્યું.” સુમુલ ડેરી સુરત અને તાપી જિલ્લામાંથી દૂધ એકત્રિત કરે છે અને તે અમુલ બ્રાન્ડ હેઠળ કાર્યરત ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જાડે જોડાયેલી સહકારી સંસ્થા છે.

પશુપાલકોની આર્થિક ઉન્નતિનાં પ્રણેતા

દિપકભાઇની સફળતાથી ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થાય છે. કુત્રિમ બિજદાનમાં 80 ટકા સફળતાનાં દરનો અર્થ એ છે કે, તેમણે કરેલા દર 100 પશુનાં કુત્રિમ બિજદાનમાંથી 80 પશુઓ ગર્ભધારણ કરે છે. આ સફળતાને કારણે દૂધ ઉત્પાદન વધે છે, પશુપાલકનો ખર્ચ ઘટે છે અને તેમની આવકમાં વધારો થાય છે.

દિપક પટેલનાં કાર્યક્ષેત્રમાં પશુઓની દૂધ ઉત્પાદક્તા વધી

ડો. પી.આર.પાંડે દ્વારા દિપક પટેલ પર લિખિત પુસ્તકમાં દર્શાવેલા આંકડા મુજબ, દિપક પટેલની કુત્રિમ બિજદાનમાં સફળતાની અસર તેમના કાર્યક્ષેત્ર (મહુવા તાલુકો)માં પશુઓમાં દૂધ ઉત્પાદક્તાનાં આંકડાઓમાં પણ જણાય છે. દેશમાં સરેરાશ એક શંકર ગાય (ક્રોસ બ્રિડ) પ્રતિ દિવસ 7.4 લિટર દૂધ આપે છે. ગુજરાતમાં એક શંકર ગાય પ્રતિ દિવસ 8.05 લિટર દૂધ આપે છે પણ સુરત જિલ્લાનાં મહુવા તાલુકામાં એક શંકર ગાય પ્રતિ દિવસ 11.3 લિટર દૂધ આપે છે. કુત્રિમ બિજદાન થકી ઉચ્ચ ગુણવત્તાવાળુ પશુધન વધુ દૂધ આપે છે અને પશુપાલકની આવક વધારે છે. સુરત જિલ્લાનાં મહુવા તાલુકાનાં હજ્જારો પશુપાલકોની ગાયો વધુ દૂધ આપે છે અને તેમની આવક વધી છે તેની પાછળ દિપક પટેલની કુશળતા અને સમર્પણ સમાયેલા છે. દિપક પટેલની ઉંમર હાલ 63 વર્ષની છે અને તેમની પાસે રહેલા જ્ઞાન અને કૌશલ્યને આવનારી પેઢીને આપવા માટે તેમણે તેમના જમાઇને આ ક્ષેત્રે તૈયાર કર્યા છે. તેમના જમાઇ પણ હવે કુત્રિમ બિજદાનનું કાર્ય કરે છે અને તેમના પગલે ચાલી રહ્યા છે.

તેમના જીવનની કથા પુસ્તક અને દસ્તાવેજી ફિલ્મમાં કંડારાઇ

દિપક પટેલનાં જીવન પર ડો. પી.આર. પાંડે અને શાશ્વત અધ્વર્યુ દ્વારા ‘ધ મિરેકલ બોય – દિપક પટેલ’ નામનું અંગ્રેજીમાં એક પુસ્તક લખવામાં આવ્યું છે. આ ઉપરાંત, કુત્રિમ બિજદાનનું કામ કરતા ટેકનિશિયનોને પ્રેરણા આપવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) દ્વારા દિપક પટેલનાં કાર્યને દર્શાવતી એક શોર્ટ ડોક્યુમેન્ટરી (Safal Bijdan) પણ બનાવવામાં આવી છે. કેન્દ્રીય સહકાર મંત્રીઅમિત શાહ દ્વારા પણ દિપક પટેલનું સન્માન કરવામાં આવ્યું છે. દિપક પટેલ કુત્રિમ બિજદાન કરતા ટેકનિશિયનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.

આ પણ વાંચો : Railway News : હોળી પર્વ દરમિયાન અમદાવાદ મંડળથી 3 લાખથી વધુ યાત્રીઓએ કરી યાત્રા

Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments