પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના પરિશ્રમી ખેડૂતો માટે વિકાસના એક નવા સુવર્ણ પ્રભાતનો ઉદય થયો છે.રાજ્યસભા સાંસદ ડૉ.જશવંતસિંહ પરમાર દ્વારા ડિસેમ્બર–૨૦૨૪થી સતત કરવામાં આવેલી રજૂઆતો અને લોકસેવાની તપશ્ચર્યાના પરિણામે ખેડૂતોના હિત માટેનો આ સંકલ્પ આજે સાકાર થયો છે. તેમણે જિલ્લા સ્તરના અધિકારીઓ, ટેક્નિકલ નિષ્ણાતો અને રાજ્યના નેતૃત્વ સાથે અનેક બેઠકો અને ચર્ચાઓ યોજીને આ યોજના માટે મજબૂત આયોજન તૈયાર કરાવ્યું હતું.આ માત્ર એક વહીવટી સફળતા નથી, પરંતુ ખેડૂતોની સમૃદ્ધિ માટેની તેમની પ્રતિબદ્ધતાનું પરિણામ છે.
પાઈપલાઈન દ્વારા નર્મદાની જળધારાને પહોંચાડાશે
વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ રૂ. ૫,૪૯૭.૨૩ કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત નીચે મુજબના મહત્વના કાર્યો હાથ ધરવામાં આવશે. ૧,૭૪૭ કિમી લાંબી પાઈપલાઈન દ્વારા નર્મદાની જળધારાને છેવાડાના ગામો સુધી પહોંચાડવામાં આવશે. આ યોજનાથી વિસ્તારના ૯૧૨ તળાવો, ૩ ડેમ અને ૧,૨૩૨ ચેકડેમોને નર્મદાના નીરથી છલકાવવામાં આવશે.
નર્મદા જળનો અમૃત સમાન ઉપયોગ કરવામાં આવશે
નહેર પર ૧૦ પંપિંગ સ્ટેશનો સ્થાપિત કરી ૧૯૬.૫૫ એમ.સી.એમ. નર્મદા જળનો અમૃત સમાન ઉપયોગ કરવામાં આવશે. આ યોજના માત્ર પાણી પહોંચાડવા પૂરતી સીમિત નથી, પરંતુ તે અન્નદાતાની સમૃદ્ધિ અને પ્રદેશના ભવિષ્યને હરિયાળું બનાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.આનાથી ખેડૂતોને પૂરતું સિંચાઈ જળ મળતા કૃષિ ઉપજમાં વધારો થશે.ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે.સમગ્ર વિસ્તારમાં હરિયાળી ક્રાંતિના નવા યુગની શરૂઆત થશે.
આ પણ વાંચોઃ Agriculture News : શેરડીના પાકને વેધકોથી મુક્ત કરવા શું કરવું, જાણો શું છે નવી રીત


