Homeएग्रीकल्चरAgriculture News: પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકનું મહત્વ અને લાભો

Agriculture News: પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકનું મહત્વ અને લાભો

આજના સમયગાળામાં પ્રાકૃતિક ખેતી અપનાવનાર ખેડૂતો માટે મિશ્ર પાક પદ્ધતિ માત્ર વિકલ્પ નહીં પરંતુ આવશ્યકતા બની ગઈ છે. વધતા ખેતી ખર્ચ, જમીનની ઘટતી ઉર્વરતા અને રસાયણિક દવાઓથી થતી પર્યાવરણીય હાનિને ધ્યાનમાં લઈએ તો મિશ્ર પાક પ્રાકૃતિક ખેતીનું મજબૂત આધારસ્તંભ સાબિત થાય છે. યોગ્ય સહજીવી પાકની પસંદગી, જમીનને પોષક તત્વો પૂરા પાડતી કુદરતી પદ્ધતિઓ અને કુદરતી કીટક નિયંત્રણ દ્વારા મિશ્ર પાકના સંપૂર્ણ લાભો મેળવી શકાય છે.

સહજીવી પાકની યોગ્ય પસંદગી

મિશ્ર પાકમાં સૌથી મહત્વપૂર્ણ બાબત છે મુખ્ય પાક અને સહજીવી પાક વચ્ચેનું સહયોગી સંબંધ. સામાન્ય રીતે, જ્યારે મુખ્ય પાક એકદળ (જેમ કે ઘઉં) હોય ત્યારે તેની સાથે દ્વિદળ પાકો લેવાનું વધુ લાભદાયક બને છે.ઘઉં સાથે ચણા, મસૂર, વટાણા,સરસવ અથવા ધાણા જેવા પાકો ઉગાડવાથી જમીનમાં નાઈટ્રોજનનું પ્રમાણ વધે છે અને મુખ્ય પાકની વૃદ્ધિ સુધરે છે.જો મુખ્ય પાકના મૂળ જમીનમાં ઊંડા જતા હોય તો સહજીવી પાકના મૂળ સપાટી પાસે રહે તેવો પાક પસંદ કરવો જોઈએ. કપાસ અને તુવેરના મૂળ ઊંડા જતા હોય છે,જ્યારે મગ અને અડદ જેવા પાકોના મૂળ ઉપર રહે છે.આ પ્રકારની સંયોજનથી જમીનના પોષક તત્વોનો સંતુલિત ઉપયોગ થાય છે.સહજીવી પાક મુખ્ય પાક કરતાં ઓછા સમયગાળામાં તૈયાર થતો હોવો જોઈએ.

જમીન પોષણ અને કુદરતી સંરક્ષણ

સહજીવી પાક ઝડપથી વધતો અને જમીનને ઢાંકી દે તેવો હોવો જોઈએ, જેથી જમીનનું ભેજ જળવાઈ રહે અને નિંદામણ ઓછું થાય. દ્વિદળ વર્ગના તમામ પાકો, તેમજ તરબૂચ, ચીભડા, કાકડી જેવા પાકો આ માટે યોગ્ય છે.મુખ્ય પાકમાં પાન ઓછા ખરતા હોય ત્યારે સહજીવી પાક એવો પસંદ કરવો જોઈએ કે જેમાં પાન વધુ ખરતા હોય. ખાસ કરીને કઠોળ વર્ગના પાકોમાં પાન ખરવાથી જમીનમાં સજીવ પદાર્થ વધે છે અને જમીનની ઉર્વરતા લાંબા સમય સુધી જળવાઈ રહે છે.મિશ્ર પાક પદ્ધતિ કુદરતી રીતે કીટક નિયંત્રણમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. મકાઈ, ગલગોટા, ચોળી, રાઈ, બાજરો જેવા પાકોમાં મિત્ર કીટકો આકર્ષાય છે. આવા પાકોને સહજીવી રૂપે વાવવાથી મુખ્ય પાકમાં હાનિકારક જીવાતો પર નિયંત્રણ રહે છે અને રસાયણિક દવાઓનો ઉપયોગ ઘટે છે.

મિશ્ર પાકના મુખ્ય લાભો

મુખ્ય પાક સાથે સહાયક પાક લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેતીનો કુલ ખર્ચ સહાયક પાકમાંથી મળતા વળતરથી મોટા ભાગે વળગી જાય છે. સાથે જ, સહજીવી પાકના મૂળમાં રહેલા રાઈઝોબિયમ, એઝોસ્પીરીલમ અને એઝોટોબેક્ટર જેવા જીવાણુઓ જમીનમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા પોષક તત્વો ઉપલબ્ધ કરાવે છે, જે મુખ્ય પાકની વૃદ્ધિને વધુ મજબૂત બનાવે છે.આ રીતે, પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક પદ્ધતિ અપનાવવાથી માત્ર ઉપજમાં વધારો જ નથી થતો, પરંતુ જમીન સ્વસ્થ રહે છે, કીટક નિયંત્રણ કુદરતી રીતે શક્ય બને છે અને ખેતી લાંબા ગાળે વધુ ટકાઉ બને છે. ખેડૂતો જો વૈજ્ઞાનિક રીતે યોગ્ય મિશ્ર પાકની પસંદગી કરે તો પ્રાકૃતિક કૃષિમાં સફળતા નિશ્ચિત છે.

આ પણ વાંચોઃ Union Budget 2026: કેન્દ્રીય બજેટ 2026માં કૃષિ ક્ષેત્રની અપેક્ષાઓ

Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments