આ હરરાજી દ્વારા ઉકરડો/દેશી છાણીયું ખાતર તેમજ ઘન કચરો જેમ કે પ્લાસ્ટિક, કાગળ અને અન્ય પુનઃઉપયોગી સામગ્રીનો નિકાલ કરવામાં આવશે. પાત્ર અને રસ ધરાવતાં વ્યક્તિઓ અથવા સંસ્થાઓ આ જાહેર હરરાજીમાં ભાગ લઈ શકે છે. જાહેર હરરાજી તારીખ ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે પાણી પુરવઠાના સંપ, બરવાળા–બોટાદ હાઇવે પર સ્થિત મુ.ખાંભડા તાલુકો બરવાળા, જિલ્લો બોટાદ ખાતે યોજાશે.
હરરાજી માટેનો અંદાજિત જથ્થો અંદાજે 160 મેટ્રિક ટનનો છે
જેમાં પરિસ્થિતિ અનુસાર વધારો અથવા ઘટાડો શક્ય છે. હરરાજી “જેવું છે તેવી સ્થિતિમાં” કરવામાં આવશે. અપસેટ કિંમત રૂપિયા ૫૦,૦૦૦ નક્કી કરવામાં આવી છે અને બોલી રૂપિયા ૧૦૦૦ના ગુણાંકમાં બોલવાની રહેશે. સર્વોચ્ચ બોલી ધરાવનારને સફળ જાહેર કરવામાં આવશે, જો કે સક્ષમ સત્તાધિકારીને કોઈપણ કારણસર હરરાજી રદ કરવાનો અથવા સ્વીકાર ન કરવાનો સંપૂર્ણ અધિકાર રહેશે.
આ હરાજીમાં સફળ થનાર વ્યકિતએ 25 ટકા રકમ સ્થળ પર આપવાની રહેશે
હરરાજીમાં સફળ થનાર વ્યક્તિ અથવા સંસ્થાએ કુલ રકમમાંથી ૨૫ ટકા રકમ સ્થળ પર જ જમા કરાવવાની રહેશે, જ્યારે બાકીની રકમ તા. ૧૯/૦૧/૨૦૨૬ સુધીમાં ગ્રામ અથવા તાલુકા પંચાયત ખાતે ભરવાની રહેશે. રકમ ભર્યા બાદ એક દિવસની અંદર સમગ્ર ઉકરડો/દેશી છાણીયું ખાતર તથા ઘન કચરો પોતાનાં ખર્ચે, જોખમે અને જવાબદારી પર ઉઠાવી જવાનો રહેશે. હરરાજી સંબંધિત કોઈપણ વિવાદ અંગે સક્ષમ સત્તાધિકારીનો નિર્ણય અંતિમ અને બંધનકારક રહેશે. વધુ વિગતો અથવા માહિતી માટે કચેરી સમય દરમિયાન પ્રાંત કચેરી, બરવાળા ખાતે સંપર્ક કરવા બરવાળા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Rajkot News : VGRC રાજકોટમાં 110 આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભાગ લેશે, 1800થી વધુ B2B મીટિંગો આયોજિત થશે


