Homeएग्रीकल्चरAgriculture News : સુરેન્દ્રનગરના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને હવે મળશે વૈશ્વિક બજાર,...

Agriculture News : સુરેન્દ્રનગરના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને હવે મળશે વૈશ્વિક બજાર, આત્મા પ્રોજેક્ટ દ્વારા 'નેચરલ સર્ટિફિકેશન'ની પ્રક્રિયાને વેગ

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ખેત પેદાશોના વેચાણને વેગ મળે અને ખેડૂતોને આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબનું માર્કેટિંગ પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી નેચરલ સર્ટિફિકેશનની કામગીરીને વેગમાન બનાવવા માટે ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે એક વિશેષ સંયુક્ત સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

માર્કેટિંગ ઇન્કવાયરી મળશે અને વચેટિયાઓ વિના વેચાણની પ્રક્રિયા સુગમ બનશે

બેઠકમાં ઉપસ્થિત ફાઉન્ડેશનના ટેકનિકલ ઓફિસર એચ.જી. લાલવાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં શુદ્ધ અને રાસાયણિક મુક્ત આહારની માંગ સતત વધી રહી છે. જો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સત્તાવાર રીતે ‘નેચરલ સર્ટિફિકેશન’ મેળવશે, તો તેમની પેદાશોની વિશ્વસનીયતા વધશે અને આગામી સમયમાં બજારની સ્પર્ધામાં ટકી રહેવું સરળ બનશે. સર્ટિફિકેશનના માધ્યમથી ખેડૂતોને સીધી માર્કેટિંગ ઇન્કવાયરી મળશે અને વચેટિયાઓ વિના વેચાણની પ્રક્રિયા સુગમ બનશે, જેનો સીધો આર્થિક લાભ ખેડૂતોને મળશે.

પ્રક્રિયામાં આત્મા અને પ્રાકૃતિક બોર્ડના સ્ટાફને સંપૂર્ણ સહયોગ આપવા આદેશ કરવામાં આવ્યો

બેઠકના અધ્યક્ષ સ્થાનેથી આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરે ઉપસ્થિત સ્ટાફ અને ખેડૂત પ્રતિનિધિઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં જે ક્લસ્ટરોમાં ૧૨૫ જેટલા સ્વયં પ્રેરીત ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે અને તેઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોનું પાલન કરે છે, તેવા ખેડૂતોએ સર્ટિફિકેશનની પ્રાથમિક વિગતો તાત્કાલિક પૂર્ણ કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના આધાર કાર્ડ, જમીન ખાતાની નકલ (૭/૧૨, ૮-અ), બેંક પાસબુકની નકલ અને સેલ્ફ ડિકલેરેશન જેવી માહિતી ક્ષેત્રીય કક્ષાએ કાર્યરત હેલ્થ એન્ડ કેર ન્યુટ્રીશન ફાઉન્ડેશનના સ્ટાફને જમા કરાવવાની રહેશે. આ પ્રક્રિયામાં આત્મા અને પ્રાકૃતિક બોર્ડના સ્ટાફને સંપૂર્ણ સહયોગ આપવા આદેશ કરવામાં આવ્યો છે જેથી જિલ્લામાં માર્કેટિંગનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરી શકાય.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના આર્થિક ઉત્થાનનો નવો માર્ગ પ્રશસ્ત થશે

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મક્કમ છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે દેશી ગાયના નિભાવ પેટે આર્થિક સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. આ ઉપરાંત, રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વપરાશને ઘટાડી જમીનની ફળદ્રુપતા જાળવવા તેમજ નાગરિકોને ઝેરમુક્ત આહાર પૂરો પાડવા માટે ‘ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ’ દ્વારા ગામેગામ તાલીમ અને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ સર્ટિફિકેશન ઝુંબેશથી આગામી સમયમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના આર્થિક ઉત્થાનનો નવો માર્ગ પ્રશસ્ત થશે.

આ પણ વાંચો : Surendranagar News : ગુજરાતને ફરી વિજેતા બનાવવા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની અપીલ: ‘MyGov India’ એપ પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments