HomeBusinessAnand News: તમાકુનો તૈયાર પાક પલળી જતાં ભારે નુકસાન, ખેડૂતોએ વિઘા દીઠ...

Anand News: તમાકુનો તૈયાર પાક પલળી જતાં ભારે નુકસાન, ખેડૂતોએ વિઘા દીઠ કરેલો 40 હજારનો ખર્ચ માથે પડ્યો

સમગ્ર ગુજરાતમાં ગઈકાલે સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. વાવાઝોડુ ફૂંકાયું હતું અને કરા પણ પડ્યા હતાં. વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. વરસાદને કારણે ઉનાળુ, બાગાયતી સહિત તમાકુના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આણંદ જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદને કારણે તમાકુના પાકને નુકસાન થતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતો સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યાં છે.

વિઘા દીઠ કરેલો 40 હજારનો ખર્ચ પણ માથે પડયો

ચરોતરમાં ખેડૂતો મોટા ભાગે તમાકુનો પાક વાવતા હોય છે અને અત્યારે ખેડૂતોએ પાક તૈયાર થતા કાપણી કરીને તમાકુને ખેતરમાં સુકવવા મુકી હતી. ત્યારે જ મોડી સાંજનાં સુમારે ઝડપી પવન સાથે વાવાઝોડુ ત્રાટકતા તેમજ વરસાદ થવાના કારણે ખેતરમાં સુકવવા મુકેલી તમાકુ પલળી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. ખેડૂતોએ કહ્યું હતું કે તમાકુ પલળી જવાનાં કારણે તમાકુના પાન પરથી કસ ધોવાઈ ગયો છે. તમાકુ હવે કાળી પડીને ભુકો થઈ જશે. જેથી પલળી ગયેલી તમાકુનો કોઈ ભાવ મળશે નહીં. જેનાં કારણે ખેડૂતોએ તમાકુનાં પાક પાછળ વિઘા દીઠ કરેલો 40 હજારનો ખર્ચ પણ માથે પડયો છે.

ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે

બોરસદના કાવિઠા ગામની સીમમાં અંદાજે એક હજાર વિઘામાં ખેડૂતોએ તમાકુનો પાક કર્યો હતો. પાક તૈયાર થતા તમાકુ કાપી ખેતરમાં સુકવવા મુકી હતી.તમાકુ સુકાય એટલે તેનાં પુડીયા બાંધી બજારમાં વેચવાનાં હતા. ખેડુતોએ વીઘા દીઠ 40 હજારનો ખર્ચ અને છેલ્લા આઠ માસની મહેનત કર્યા બાદ તમાકુનો પાક તૈયાર થતા ખેડૂતોને તમાકુનાં વેચાણમાંથી સારા પૈસા મળશે અને આવકમાંથી પરિવારનાં સારા પ્રસંગો પાર પડી જશે તેવી આશા હતી. પરંતુ ગઈકાલે સાંજે થયેલા માવઠા અને વાવાઝોડાનાં કારણે ખેડૂતોના સપના પર પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. જેથી આવનારી સીઝનમાં નવો પાક કરવા માટે તેઓને યોગ્ય મદદ મળી રહે.

આ પણ વાંચોઃ Gujarat Weather News : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21 માર્ચે વરસાદની શક્યતા, 24 કલાક બાદ ગરમીમાં વધારો થશે

Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments