Homeएग्रीकल्चरGandhinagar : કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29 લાખ ખેડૂતોને 8516 કરોડથી વધુ સહાય...

Gandhinagar : કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29 લાખ ખેડૂતોને 8516 કરોડથી વધુ સહાય ચૂકવાઈ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી.બેઠકમાં મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદીની પ્રગતિની સમીક્ષા કરી હતી.જે અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે ખૂબ જ ટૂંકા ગાળામાં બે અલગ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યા હતા.

કુલ 29.30 લાખ ખેડૂતોને સહાય ચૂકવાઈ

પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે,આ બંને રાહત પેકેજ હેઠળ ખેડૂતોને સહાય આપવા માટે અત્યાર સુધીમાં 30 લાખથી વધુ ખેડૂતોના કુલ રૂ.8710 કરોડના ઓનલાઇન બીલો તૈયાર કરવામાં આવ્યા છે.જે પૈકી આજની સ્થિતિએ કુલ 29.30 લાખ ખેડૂતોને કુલ રૂ.8516 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે.

14.18 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી

વધુમાં પ્રવક્તા મંત્રીએ રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ચાલી રહેલ ખરીદીની વિગતો આપતા કહ્યું હતું કે,અત્યાર સુધીમાં રાજ્યના 6.79 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ.10698 કરોડથી વધુના મૂલ્યના કુલ 14.91 લાખ મેટ્રિક ટનથી વધુ જથ્થાની ખરીદી કરવામાં આવી છે.જેની સામે અત્યાર સુધીમાં 4.16 લાખથી વધુ ખેડૂતોને કુલ રૂ.6573 કરોડથી વધુનું ચૂકવણું કરવામાં આવ્યું છે.જે અંતર્ગત આજ સુધીમાં રાજ્યના 6.26 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ.10300 કરોડથી વધુના મૂલ્યની કુલ 14.18 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરાઈ છે.જેની સામે અત્યાર સુધીમાં 3.89 લાખ ખેડૂતોને કુલ રૂ.6362કરોડથી વધુની રકમ સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ Agriculture News : માવઠાની આગાહીને પગલે કૃષિ વિભાગે પાક રક્ષણ માટે માર્ગદર્શિકા જાહેર કરી

Source link

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments